Thursday, March 9, 2017

Gk 6


*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*

*મમી પણ ગુજરાતી છે*

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ

🔰🔰ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી:
"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેરી👆

🔰🔰ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:
"રાજુભા અમે જાસુ ગાંવ.
રા= રાજકોટ
જુ= જૂનાગઢ
ભા= ભાવનગર
અમે= અમદાવાદ
જા= જામનગર
સુ= સુરત
ગાં= ગાંધીનગર
વ= વડોદરા.

🔰તત્પુરુષ સમાસ :🍎

👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

🔰ઉદાહરણ :
📮પ્રેમવશ        :        પ્રેમને વશ
📮ભયભીત      :        ભયથી ભીત
📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
📮વનવાસ       :        વનમાં વાસ
📮દેવાલય        :         દેવોનું આલય
📮વરમાળા      :        વર માટે માળા

🔰➗મધ્યમપદલોપી :➗

👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🔰ઉદાહરણ :🍎
👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા
👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

🔰➖દ્વિગુ સમાસ :➖

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

ઉદાહરણ:
🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ  :  ચારે તરફ

➖બહુવ્રીહિ➖

👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

ઉદાહરણ:
🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે

➗ઉપપદ સમાસ :➗

👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

🔰ઉદાહરણ:
🔵રણછોડ :         રણને છોડનાર
🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક    :  લેખન કરનાર

🔰➗અવ્યયીભાવ સમાસ➗

👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🔰ઉદાહરણ:
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય    :      વિનય સાથે
🔴આજીવન  :      જીવન સુધી
🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને
🔴દરવખત    :   દરેક વખત

🔰➗કર્મધારય :➗

👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત  :  મહાન ભારત
🍒દેહલતા  :   દેહરૂપી લતા
🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ
🍒પરમાત્મા  :પરમ આત્મા

Gk 7 ઓલિમ્પિક ૨૦૧૬ - રિયો

ઓલિમ્પિક ૨૦૧૬ - રિયો

● ​ઓલિમ્પિક ૨૦૧૬ સાથે સંકળાયેલ કેટલાક સામાન્ય જ્ઞાનને લગતાં સવાલ-જવાબ​

૧- ઓલિમ્પિક ૨૦૧૬ નો પ્રારંભ ક્યારે થયો?
- ૫ મી ઓગષ્ટ ૨૦૧૬

૨- વિશ્વના કેટલા દેશો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યાં છે?
- ૨૦૬

૩- ભારતના કુલ કેટલા ખેલાડી ભાગ લઇ રહ્યા છે ? કેટલી મહિલા અને કેટલા પુરૂષ?
- ૧૧૯ (૫૫ મહિલા,૬૪ પુરૂષ)

૪- ઓલિમ્પિકમાં કુલ કેટલી રમત છે?
- ૨૮

૫- ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલ છે?
- ૨૧૦૨

૬- ઓલિમ્પિક કેટલા સ્થળોએ રમાશે?
- ૩૮ (ફૂટબોલ ૫ અલગ અલગ જગ્યાએ રમાશે)

૭- ઓલિમ્પિકનું ઉદ્ઘાટન ક્યાં સ્ટેડિયમમાં થયું?
- મારાક્કા સ્ટેડિયમ

૮- ભારત કેટલી રમતમાં ભાગ લીઘો.
-૧૫

૯- ભારતની સૌથી નાની વય અને સૌથી મોટી વયની ઉંમરના ખેલાડી કોણ?
- જિસના મેથ્યુ ૧૭ ,લિએન્ડર પેસ ૪૩

૧૦- આ વખતે ઓલિમ્પિકમાં યજમાન બ્રાઝિલના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો?
- ૪૬૨

૧૧- સ્વિમિંગ માં કેટલા દેશોએ ભાગ લીધો ? ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લીધો?
- ૧૭૪ (ભારતના ૨)

૧૨- ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લેનાર રેફયુજી ટીમ નું નામ? તેમાં કેટલા દેશના ખેલાડી છે?
- શરણાર્થી ટીમ,૪ દેશ

૧૩- ઓલિમ્પિકનો લોગો બનાવનાર?
- ફેડ ઝેલી

૧૪- મીરા ચાનું કઈ રમત સાથે સંકળાયેલ છે?
- વેઇટ લિફટીંગ (૪૮ કિ. ગ્રા.)

૧૫- રાજન પ્રકાશ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- સ્વિમિંગ

૧૬- ભારતીય ઓલિમ્પિક ટીમ ના પ્રમુખ કોણ છે?
- નારાયણ સ્વામી

૧૭- ઓલિમ્પિક ૨૦૧૬ નો ફર્સ્ટ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? કઇ રમતમાં? એ ક્યા દેશના ખેલાડી છે?
- વર્જિનિયા થ્રેસર,શૂટિંગ ૧૦ મીટર, અમેરિકા

૧૮- વિકાસ ગૌડા કઈ રમતમાં છે?
- ડિસ્ક થ્રો

૧૯- ઓલિમ્પિક ૨૦૧૬માં મશાલ કોણે પ્રગટાવી હતી?
-ગુસ્તાવો ક્યૂરતેને

૨૦- રફેલ નડાલ ક્યા દેશનો ધ્વજ વાહક બન્યો હતો
-સ્પેન

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)

કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲    તખલ્લુસ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘

Gk 8

.    1  SBI દ્વારા મહિલાઓ માટે કઈ યોજના = સ્માર્ટ વુમન યોજના
2.      ICICI દ્વારા મહિલાઓ માટે કઈ યોજના = વર્ક ફ્રોમ હોમ
3.      ગુજરાત સ્પોર્ટસ નીતિ :-
®     ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે તો રૂપિયા 5 કરોડ ઈનામ
®     ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતે તો રૂપિયા 3 કરોડ ઈનામ
®     ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતે તો રૂપિયા 2 કરોડ ઈનામ
®     ગુજરાતનો ખેલાડીઑ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિત્વ કરે તે માટેની યોજના= શક્તિદૂત
®     10 થી 20 વર્ષના યુવાનો માટે
4.      કાયદાપંચના અધ્યક્ષ= બલબીરસિંહ ચૌહાણ
5.      ગરીબ પરિવાર માટે કેન્દ્ર સરકારની રાંધણગેસ યોજનાનુ નામ=પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
6.      સૌથી નાની ઉંમરે (5 વર્ષની ઉંમરે) પણ કાર્ડ મેળવનાર વ્યક્તિ = બિહારની આશીકુમાર સજલ
7.      વિશ્વ ગ્રાહક દિવસ = 15મી માર્ચ
8.      કઈ હાઇકોર્ટનો 150મો સ્થાપના દિવસ = અલહાબાદ
9.      મ્યાનમારના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા = તીન ક્યો
10.  ભારતનું સૌથી સ્વચ્છ રેલ્વે સ્ટેશન = સુરત
11.  યુનોના વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્ષ – 2016માં ભારતનો ક્રમ = 118 (પ્રથમ = ડેન્માર્ક)
12.  યુનોના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂંક = એશ્લી જુડ
13.  2016ના એબલ પુરસ્કાર = એન્ડ વેલ્સ (બ્રિટન)
14.  આંધ્રપ્રદેશ રાજયમાં સૌપ્રથમર રિવર લીન્કીંગ પ્રોજેક્ટ (નદી જોડો યોજના) શરૂ
®     ગોદાવરીને કૃષ્ણા સાથે જોડવામાં આવશે.
®     પટ્ટીસીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેકટ તરીકે પણ ઓળખાય છે.
15.  ઔદ્યોગિક રોકાણમાં પ્રથમ રાજ્ય= ઓડીસા
                    બીજું રાજ્ય = ગુજરાત
16.  જમ્મુ કશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ભારતના બીજા મહિલા મુસ્લિમ મુખ્યમંત્રી = મહેબૂબા મુફ્તી
®     પ્રથમ = સૈયદા અનવારા તૈમૂર (આસામ) 1980માં
17.  ગુજરાતનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર = બી.બી. સ્વૈન (અનીતા કરવાલની જગ્યાએ)
18.  તાજેતરમાં દલપતરામ એવોર્ડ = નયન હ. દેસાઇ
19.  વિદ્યાગૌરી નીલકંઠે ‘સાહરાબ રૂસ્તમ’ નાટકમાં ભૂમિકા ભજવી હતી.

ગુજરાત સ્થાન, સીમા અને વિસ્તાર (Gujarat Border and Area)

ગુજરાત સ્થાન, સીમા અને વિસ્તાર (Gujarat Border and Area)

ચાલો આજે આપણે ગુજરાત સ્થાન, સીમા અને વિસ્તાર (Gujarat Border and Area) વિશે જાણીએ

સ્થાપના :

સ્વતંત્ર ભારતના ભાષાવાર રાજ્યોની પુનઃરચનાના કાર્યક્રમ હેઠળ ૧ મે, ૧૯૬૦ ના રોજ ‘બૃહદ મુંબઈ’ રાજ્યમાંથી ‘ગુજરાત’ રાજ્યની સ્થાપના થઇ

સ્થાન (Place):

ભારતના પશ્વિમ ભાગમાં, અરબ સાગરના કિનારે

અક્ષાંશ (Latitude):

૨૦ ૧’ થી ૨૪ ૭’ ઉતર અક્ષાંશ

રેખાંશ (Longitude):

૬૪ ૪’ થી ૭૪ ૪’ પૂર્વ રેખાંશ

કર્કવૃત્ત (Tropic of Cancer):

રાજ્યના ઉતર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થઇ છે

કટિબંધ (Zone):

રાજ્યના દક્ષિણનો મોટા ભાગ નો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં તથા ઉતરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં

ક્ષેત્રફળ (Area):

૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર

ઉતર-દક્ષીણ લંબાઈ (North – South Length):

૫૯૦ કિમી

પૂર્વ-પશ્વિમ પહોળાઈ (East – West Width):

૫૦૦ કિમી

સીમા (Border):

ઉતર સરહદે કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથે ની અંતરરાષ્ટ્રીય સરહદ

ઇશાન સરહદે રાજસ્થાન

પૂર્વ સરહદે મધ્યપ્રદેશ

અગ્નિ અને દક્ષીણ સરહદે મહારાષ્ટ્ર અને

પશ્વિમ સરહદે અરબ સાગર

દરિયાઈ સીમા (Sea Border):

૧,૬૦૦ કિમી નો લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે

અખાત (Gulf):

પશ્વિમે કોરીનાળ અને કચ્છનો અખાત તથા દક્ષીણે ખંભાતનો અખાત

મહાબંદર (Major Ports):

કંડલા (મુક્ત વ્યાપારક્ષેત્ર)

મધ્યમ કક્ષાના બંદરો (Medium Sized Ports):

માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા, મગદલ્લા, વાડીનાર, પીપાવાવ, દહેજ અને મુન્દ્રા

આંતરરાષ્ટ્રીય હવાઈમથક (International Airports):

અમદાવાદ

અન્ય હવાઈમથકો (Other Airports):

રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા

રેલ્વે માર્ગ (Railway Route):

૫,૬૯૬ કિમી

સડક માર્ગ (Road):

૭૨,૧૬૫ કિમી

ઔદ્યોગિક વસાહતો (Industrial Estate):

૨૬૩

Gk 9


📖 આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
📜 કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************************************
⛲ આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
📚 આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
🍚 પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
🌌 પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
☝ ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
**********************
🌀 ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
🌁 ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
🌊 સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************🌅 સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
🗿 ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
***********************
🐋🐄🐍 ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
👴👨👦👳 ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
🚩 ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
👺 ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
🏡 ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
💎 અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
👥 પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
♈ ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
🌈 નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
🌠 ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,4
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.  ( અને આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )

એવોર્ડ વિજેતાઓનાં નામ નીચે મુજબ છેઃ


*એવોર્ડ વિજેતાઓનાં નામ નીચે મુજબ છેઃ*

‘પદ્મવિભૂષણ’ એવોર્ડ વિજેતાઓ – સાત વ્યક્તિઃ

શરદ પવાર (મહારાષ્ટ્ર) – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (જાહેર જીવન)

મુરલી મનોહર જોશી (ઉત્તર પ્રદેશ) – ભાજપના નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (જાહેર જીવન)

યેસૂદાસ (કેરળ) – પાર્શ્વગાયક (કલા-સંગીત)

સદ્દગુરુ જગ્ગી વાસુદેવ (તામિલનાડુ) – આધ્યાત્મિક ગુરુ (આધ્યાત્મિક્તા)

પ્રોફેસર ઉડિપી રામચંદ્ર રાવ (કર્ણાટક) – (વિજ્ઞાન અને એન્જિનીયરિંગ)

સ્વ. સુંદરલાલ પટવા (મધ્ય પ્રદેશ) (મરણોત્તર) – (જાહેર જીવન)

સ્વ. પી.એ. સંગ્મા (મેઘાલય) (મરણોત્તર) – (જાહેર જીવન)

‘પદ્મભૂષણ’ એવોર્ડ વિજેતાઓ – સાત વ્યક્તિઃ

વિશ્વ મોહન ભટ્ટ (રાજસ્થાન) – (કલા-સંગીત)

પ્રોફેસર ડો. દેવીપ્રસાદ દ્વિવેદી (ઉત્તર પ્રદેશ) – સાહિત્ય અને શિક્ષણ

તેહિમ્ટન ઉદવાડિયા (મહારાષ્ટ્ર) – મેડિસીન

રત્નસુંદર મહારાજ (ગુજરાત) – આધ્યાત્મિક્તા

સ્વામી નિરંજનાનંદ સરસ્વતી (બિહાર) – યોગવિદ્યા

પ્રિન્સેસ મહાચક્રી સિરીન્દોન (વિદેશી-થાઈલેન્ડ) – સાહિત્ય અને શિક્ષણ

સ્વ. ચો રામસ્વામી (તામિલનાડુ) (મરણોત્તર) – સાહિત્ય અને શિક્ષણ, પત્રકારત્વ

‘પદ્મશ્રી’ એવોર્ડ વિજેતાઓઃ (કુલ 75 વ્યક્તિઓમાંથી ખાસ)

ભાવના સોમૈયા (મુંબઈ) – ફિલ્મ સમીક્ષક, ‘ચિત્રલેખા’ ગ્રુપનાં અંગ્રેજી મેગેઝિન ‘G’નાં ભૂતપૂર્વ તંત્રી (સાહિત્ય-પત્રકારત્વ)

પુરુષોત્તમ ઉપાધ્યાય (ગુજરાત) – ગાયક  (કલા-સંગીત)

અનુરાધા પૌડવાલ – ગાયિકા (કલા-સંગીત)

વિરાટ કોહલી (દિલ્હી) – ક્રિકેટ કેપ્ટન (રમતગમત)

દિપા મલિક (હરિયાણા) – પ્રથમ મહિલા પેરાલિમ્પિક મેડાલિસ્ટ (રમતગમત)

દિપા કર્માકર (અગરતલા) – ઓલિમ્પિક જિમ્નાસ્ટ (રમતગમત)

કૈલાશ ખેર – ગાયક (કલા-સંગીત)

સાક્ષી મલિક (હરિયાણા) – મહિલા કુસ્તી (રમતગમત)

વિષ્ણુ પંડ્યા (અમદાવાદ) – સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ

વી.જી. પટેલ (ગુજરાત) – સાહિત્ય, શિક્ષણ

ગેનાભાઈ પટેલ (ગુજરાત) – કૃષિ

બિપીન ગણાત્રા (પશ્ચિમ બંગાળ) – સમાજ સેવા

વિકાસ ગોવડા (કર્ણાટક) – ડિસ્કસ થ્રો રમત (રમતગમત)

મરિઅપ્પન થાંગાવેલુ (તામિલનાડુ) – એથ્લેટિક્સ (રમતગમત)

પી.આર. શ્રીજેશ (કેરળ) – હોકી (રમતગમત)

એચ.આર. શાહ (અમેરિકા-એનઆરઆઈ-PIO) – સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ